ઓનલાઈન પોર્ટલ pminternship.mca.gov.in પર પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જે આ મહિનાની 25મી તારીખ સુધી ખુલ્લું રહેશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી છે.
સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન સવા લાખ ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનું છે. પાયલોટ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 800 કરોડ રૂપિયા હશે. સરકાર પાંચ વર્ષના સમયગાળામાં 21 થી 24 વર્ષની વયના એક કરોડ ઉમેદવારોને ઇન્ટર્નશીપ આપવાનું લક્ષ્ય ધરાવે છે. ઇન્ટર્નને 12 મહિના માટે 5,000 રૂપિયાની માસિક નાણાકીય સહાય અને 6,000 રૂપિયાની એક વખતની ગ્રાન્ટ મળશે.