એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી છે. તેણે હાલમાં જ એવા દેશમાં પ્રવાસ કર્યો હતો જે હાલમાં Mpox ટ્રાન્સમિશનનો અનુભવ કરી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દર્દીને નિયુક્ત હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યો છે અને એમપોક્સની હાજરીની પુષ્ટિ કરવા માટે તેના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે દર્દીની હાલત હાલમાં સ્થિર છે અને કોઈ અયોગ્ય ચિંતાનું કારણ નથી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોટોકોલ અનુસાર કેસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને સંપર્ક ટ્રેસિંગ ચાલુ છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશ આવા અલગ-અલગ મુસાફરી સંબંધિત કેસોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને કોઈપણ સંભવિત જોખમનું સંચાલન કરવા અને તેને ઘટાડવા માટે મજબૂત પગલાં ધરાવે છે
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 7:49 પી એમ(PM)
એક યુવાન પુરુષ દર્દીની ઓળખ મંકીપોક્સના શંકાસ્પદ કેસ તરીકે કરવામાં આવી
