ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મહિલા ક્રિકેટ ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચમાં આજે ભારતે શ્રીલંકાને નવ વિકેટથી હરાવ્યું. વરસાદના કારણે મેચ 39 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બોલિંગ કરતા, ભારતે શ્રીલંકાને પાંચ બોલ બાકી રહેતા 147 રનમાં ઓલઆઉટ કરી દીધું. ભારત તરફથી પોતાની પ્રથમ મેચ રમી રહેલી સ્નેહ રાનીએ ત્રણ જ્યારે શ્રી ચરણી અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી. જવાબમાં, ભારતીય ટીમે 29 ઓવર અને 4 બોલમાં માત્ર એક વિકેટ ગુમાવીને 149 રન બનાવીને મેચ જીતી લીધી. ભારત તરફથી પ્રતિકા રાવલે અણનમ 50 અને હરલીન દેઓલે અણનમ 48 રન બનાવ્યા જ્યારે સ્મૃતિ મંધાનાએ 43 રનનું યોગદાન આપ્યું.
Site Admin | એપ્રિલ 27, 2025 7:37 પી એમ(PM)
એક દિવસીય મહિલા ક્રિકેટ મેચમાં ભારતે શ્રીલંકાને નવ વિકેટે હરાવ્યું
