ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધતા કોર્પોરેટ્સ, વેપારી સંઘ, વેપારી સંગઠનો, વેપારી નેતાઓને આર્થિક રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપવાની અપીલ કરી. વધુમાં તેમણે વોકલ ફોર લોકલ બનતા સ્વદેશી વિચારધારામા વિશ્વાસ રાખવા તેમજ જરૂર હોય એટલું જ આયાત કરવા અપીલ કરી હતી.
ત્રણ દિવસના આ સંમેલનમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને સારવાર તેમજ ટેક્નૉલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સંમેલનમાં 65 દેશોના 11થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી 47 આફ્રિકી દેશોથી છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:02 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનને સંબોધન કરતા લોકલ ફોર વોકલ થવા અપીલ કરી
