ઇઝરાયલે ગઈકાલે બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઉપયોગમાં લેવાતી એક ઇમારતને લક્ષ્યાંક બનાવી હતી. ઇઝરાયલે કહ્યું હતું કે, ઇઝરાયલ માટે ખતરારૂપ મિલાઇલોના ભંડાર હોવાને કારણે આ ઇમારત પર હુમલો કરાયો હતો. લેબનીઝ રાષ્ટ્રપતિએ આ હુમલાની નિંદા કરી હતી અને નવેમ્બરમાં યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરનારા અમેરિકા અને ફ્રાન્સને ઇઝરાયલ પર હુમલા બંધ કરવા દબાણ કરવા હાકલ કરી હતી.
Site Admin | એપ્રિલ 28, 2025 9:08 એ એમ (AM)
ઇરાન સમર્થિત હિઝબુલ્લાહના ઠેકાણાઓ ઉપર ઇઝરાયલે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલો કર્યો
