ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું. મુંબઈ ફૂટબૉલ એરેનામાં આ મેચમાં ગૌરવ બોરા, ઑજી, લલ્લિયનજુઆલા છાંગટે અને થાએર ક્રૌમાએ પહેલી 11 મિનિટમાં મુંબઈ સિટી માટે ત્રણ ગૉલ કર્યા હતા. મુંબઈ સિટી FCના લલ્લિયનજુઆલા છાંગટેએ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું.
હવે આજે કોલકાતામાં મોહન બાગાન સુપર જાયન્ટ બેંગ્લુરુ FC સામે રમશે. આ મેચ સાંજે સાડા 7 વાગ્યે રમાશે. મોહન બાગાન સુપર જાયન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. આ ટીમે ગત સાત મેચ જીતી છે. બેંગ્લુરુ એફસી ગત ચાર મેચ હારી ચૂકી છે અને ટેબલમાં ત્રીજા સ્થાને છે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 10:03 એ એમ (AM)
ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં ગઈકાલે રાત્રે મુંબઈ સિટી FCએ મોહમ્ડન SCને ત્રણ શૂન્યથી હરાવી દીધું હતું
