ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 19, 2025 8:59 એ એમ (AM)

printer

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી.

ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પટ્ટીમાં હમાસ સામે સંપૂર્ણ તાકાતથી લડાઈ ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી છે.ગાઝામાં થયેલા મોટા હવાઈ હુમલામાં 400 થી વધુ પેલેસ્ટિનિયનોના મોત બાદ તેમની ટિપ્પણી આવી છે. તેમણે હવાઈ હુમલાઓને માત્ર શરૂઆત ગણાવી અને કહ્યું કે, એન્ક્લેવમાં લડાઈ સંપૂર્ણ તાકાતથી ફરી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય ટેલિવિઝન પર એક વિડીયો નિવેદનમાં તેમણે ચેતવણી આપી હતી કે હુમલાઓ વચ્ચે જ વાતચીત ચાલુ રહેશે. શ્રી નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ તેના તમામ યુદ્ધ લક્ષ્યો પ્રાપ્ત ન કરે, હમાસનો નાશ ન કરે અને આતંકવાદી જૂથ દ્વારા બંધક બનાવેલા દરેકને મુક્ત ન કરે ત્યાં સુધી આગળ વધતું રહેશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તેમની સલાહ લેવામાં આવી છે અને તેણે ઇઝરાયલના પગલાંને સમર્થન આપ્યું છે. ગઈકાલે, શ્રી નેતન્યાહૂએ કહ્યું હતું કે યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટોમાં પ્રગતિના અભાવને કારણે તેમણે હુમલાઓનો આદેશ આપ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ