ટેસ્ટ ક્રિકેટમાં, લીડ્સના હેડિંગ્લી ખાતે એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ ટ્રોફીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટથી હરાવ્યું. ૩૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ઇંગ્લેન્ડે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો પીછો કરીને ગઈકાલે અંતિમ દિવસે પાંચ વિકેટે ૩૭૩ રન બનાવીને વિજય મેળવ્યો હતો.. ઓપનર બેન ડકેટના શાનદાર ૧૪૯ રન, જો રૂટના ૫૩ અને જેમી સ્મિથના ઝડપી ૪૪ રનની મદદથી યજમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવી હતી. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણ અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ ઝડપી હતી. ડકેટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
શ્રેણીની બીજી મેચ આવતા મહિનાની બીજી તારીખથી બર્મિંગહામમાં રમાશે.
Site Admin | જૂન 25, 2025 7:55 એ એમ (AM)
ઇગ્લેંડ સામેની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય
