આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. 1998માં આજના દિવસે ભારતે, રાજસ્થાનના પોખરણમાં પરમાણુ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ દિવસ, દેશની પ્રગતિ અને વિકાસમાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા અને ભારતના પ્રથમ સ્વદેશી વિમાન હંસા-3 ના પ્રક્ષેપણ તથા છઠ્ઠા વૈશ્વિક પરમાણુ પરીક્ષણમાં ભારતની તકનીકી કુશળતા, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને નવીનતાઓના યોગદાનની યાદમાં ઉજવવામાં આવે છે.રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસનો ઉદ્દેશ્ય રોજિંદા જીવનમાં ટેકનોલોજીની ભૂમિકાને પ્રકાશિત કરવાનો અને યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ કેળવવાનો છે. ઉલલેખનીય છે કે, કૃત્રિમ બુદ્ધિમતા, બાયોટેકનોલોજી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી અદ્યતન ટેકનોલોજી દેશમાં પ્રગતિ અને નવીનતાને વેગ આપે છે.
Site Admin | મે 11, 2025 8:48 એ એમ (AM)
આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ : 1998માં આજના દિવસે ભારતે પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું
