આજે દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે, એમ ફાયર સર્વિસીસ, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ્સના મહાનિર્દેશક વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું. તૈયારીઓની કવાયત હોવાને કારણે સામાન્ય લોકોએ ગભરાવવાની જરૂર નથી તેવી તેમણે અપીલ કરી હતી. તેમણે સ્વયંસેવકો સાથે સહયોગ કરવાની પણ નાગરિકોને અપીલ કરી હતી. આકાશવાણી ન્યૂઝ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં, તેમણે કહ્યું કે આ કોઈપણ બાહ્ય ખતરાનો સામનો કરવા માટે લોકોને તૈયાર કરવાની એક કવાયત છે.
Site Admin | મે 7, 2025 9:00 એ એમ (AM)
આજે દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે
