હવામાન વિભાગે આજથી છ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સાથે સૌરાષ્ટ્ર- કચ્છમાં છૂટાછવાયા સ્થળ પર 26મી મૅ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગઈકાલે પણ રાજ્યના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દરિયો તોફાની બને તેવી તેવી શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.
હવામાન ખાતાની આગાહીના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરાયુ છે ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે ભયજનક એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. અમારા અમરેલીના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે જાફરાબાદમાં મોડી રાત્રે ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા છલકાઈ ગયા હતા અને વિજપોલ ધરાશાઈ થતા અંધારપટ્ટ છવાયો હતો.
Site Admin | મે 25, 2025 7:11 એ એમ (AM)
આજથી છ દિવસ માટે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી
