આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. પ્રથમ નોરતે આજે પાવાગઢ અને બહુચરાજી શક્તિપીઠ સહિત રાજયભરના માઈ મંદિરોમાં ઘટસ્થાપન કરાયું હતું.આજે અંબાજી મંદિરમાં પણ ઘટસ્થાપનની વિધિ કરાઇ હતી.મંદિરમાં પરંપરા મુજબ 24 કલાક નવ દિવસ અખંડ ધુનનો પ્રારંભ થયો છે.ચૈત્ર નવરાત્રિને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનીધી જણાવે છે ચોટીલા ખાતે આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ધર્મ જાગરણ સમન્વય દ્વારા ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન અને સ્વચ્છતાના સંદેશ સાથે યોજાયેલી ડુંગર પરિક્રમામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ઉત્સાહભેર પરિક્રમા કરી હતી. પરિક્રમા પહેલા યોજાયેલી ધર્મ સભામાં જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને ભજનીક હેમંતભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.નર્મદાના રાજપીપલામા પ્રાચિન મહાકાલી મંદિર અને હરસિદ્ધ માતાજી મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
Site Admin | માર્ચ 30, 2025 7:16 પી એમ(PM) | ચૈત્રી નવરાત્રિ
આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે.
