હવામાન વિભાગે આગામી બે દિવસમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને પછીનાં બે દિવસમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.
19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટરની ઝડપે ધૂળિયા પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સમુદ્ર કિનારા પર ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, અમદાવાદમાં 41.9 અને ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડિસામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 18, 2025 7:38 પી એમ(PM)
આગામી બે દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી
