જુલાઇ 22, 2024 7:36 પી એમ(PM) | વરસાદ

printer

આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાના વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.