ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર-મિનિસ્ટિરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરી છે. આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.
25-30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન અને ગુજરાત પર સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યને ભારેથી અતિભારે વરસાદની ગંભીર અસર થઈ હતી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની અસર થઈ હતી. વર્ષ દરમિયાન, હિમાચલ પ્રદેશ રાજ્ય પણ ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનના વિવિધ ઝાપટાથી પ્રભાવિત થયું છે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ વર્ષ દરમિયાન લીધેલા નિર્ણય મુજબ ગૃહ મંત્રાલયે આઇએએમસીટીની રચના કરી છે, જે પૂર અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રાજ્યો આસામ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાની અગાઉથી મુલાકાત લીધી છે, જેથી તેમનાં મેમોરેન્ડમની રાહ જોયા વિના નુકસાનની સ્થળ પર આકારણી કરી શકાય. નાગાલેન્ડ રાજ્ય માટે આઇએમસીટીની પણ રચના કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં જ રાજ્યનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.
Site Admin | સપ્ટેમ્બર 1, 2024 8:20 પી એમ(PM) | ગૃહ મંત્રાલય
આઇએમસીટી ટૂંક સમયમાં જ રાજ્યનાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે.
