ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 12, 2025 10:41 એ એમ (AM) | NURSE

printer

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી

દેશ સહિત વિશ્વભરમાં આજે ‘આપણાં નર્સ, આપણું ભવિષ્ય’ની વિષયવસ્તુ સાથે આંતર-રાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણી થઈ રહી છે. ઉજવણીનો મુખ્ય હેતુ નર્સિંગ વ્યવસાયમાં રહેલા નાગરિકોના સમર્પણ, સેવા અને મહેનતને બિરદાવાનો છે.

આધુનિક નર્સિંગનાં પ્રણેતા ફ્લૉરૅન્સ નાઈટિન્ગૅલના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આજના દિવસે આંતર-રાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનૅશનલ કાઉન્સીલ ઑફ નર્સીઝ- I.C.N. વર્ષ 1965થી આ દિવસનું આયોજન કરતું આવ્યું છે. ફ્લૉરૅન્સ નાઈટિન્ગૅલે વ્યવસાયિક નર્સિંગનો પાયો નાખ્યો હતો. તેઓ એક અગ્રણી બ્રિટિશ સમાજ સુધારક, આંકડાશાસ્ત્રી અને આધુનિક નર્સિંગનાં સ્થાપક હતાં. ત્યારે આજનો દિવસ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમજ દર વર્ષે નર્સિંગ અને આરોગ્ય વિષયના મુખ્ય મુદ્દાઓને સંબોધવા એક વિષયવસ્તુ પસંદ કરાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ