ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 21, 2025 7:03 પી એમ(PM) | રાજ્ય

printer

આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે : ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ

ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું, આ વર્ષે રાજ્યમાં વધુ 5 હજાર 950 સ્વસહાય જૂથોની રચના કરાશે.
વિધાનસભામાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માગણીઓ પરની ચર્ચા દરમિયાન શ્રી હળપતિએ જણાવ્યું કે, મનરેગા હેઠળ આગામી વર્ષે કુલ 516 લાખ માનવદિન રોજગારી પૂરી પાડવામાં આવશે. તેમણે જણાવ્યું કે SAHAS યોજના હેઠળ સ્વસહાય જૂથોની બહેનોની બેંક લોન માટે સરકાર પોતે ગેરન્ટર બનશે. વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની 4 હજાર 700 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ