આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે. રાજ્યનાં કુલ 33 જિલ્લા પૈકી 26 જિલ્લામાં 100 ટકા કરતા વધુ અને બાકીના સાત જિલ્લામાં 75થી 100 ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે. 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ જિલ્લામાં તેનાં સરેરાશ વરસાદની સામે 183 ટકા વરસાદ પડયો છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, મધ્ય ગુજરાત ઝોનમાં 117 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 105 ટકા વરસાદ પડ્યો છે.
રાજ્યમાં 85 લાખ 58 હજાર હેક્ટર જમીનમાં ધાન્ય. કઠોળ, તેલિબિયાં, કપાસ સહિતનાં વિવિધ પાકોનું વાવેતર થાય છે, પણ આ વખતે 82 લાખ 34 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે કુલ સરેરાશ વાવેતર વિસ્તારનાં 96 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
દરમિયાન રાજ્યમાં ગઈ કાલે નહિંવત વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અઢી ઇંચ વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં નોંધાયો હતો, જ્યારે મહિસાગરના બાલાસિનોર, વલસાડના ઉમરગામ અને પંચમહાલના મોરવા હડફમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં કેટલાંક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 10:41 એ એમ (AM)
આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે
