ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 1:59 પી એમ(PM)

printer

અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ.

ટ્રમ્પ વહીવટીતંત્રના ઇમિગ્રેશન દરોડા બાદ સર્જાયેલી અશાંતિને પગલે કેલિફોર્નિયાના ડાઉનટાઉન લોસ એન્જલસના ઘણા વિસ્તારોમાં મંગળવારથી મર્યાદિત કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મેયર કારેન બાસે આ જાહેરાત કરતાં જણાવ્યું કે, સંઘીય અમલીકરણની કાર્યવાહીને પગલે શહેરમાં હિંસા, આગચંપી અને લૂંટફાટ વધી છે. કર્ફ્યુ રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે અને કેટલાક દિવસો સુધી ચાલુ રહી શકે છે.
જો કે, મેયરે સ્પષ્ટતા કરી કે, રહેવાસીઓ અને આ વિસ્તારમાં કામ કરતા લોકોને કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે. માસ્ક પહેરેલા લૂંટારાઓએ અનેક વ્યવસાયોને નિશાન બનાવ્યા છે. તેમણે અનેક સ્ટોરમાં મોટા પાયે તોડફોડ કરીને સામાન લૂંટ્યો છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે “શાંતિ અને જાહેર વ્યવસ્થા પર હુમલા” નો હવાલો પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરવા માટે ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા સંઘીય કાયદા, વિદ્રોહ અધિનિયમને લાગુ કરવાની ધમકી આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ