અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ આબોહવા કરારમાંથી બહાર નીકળવાના પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, આ કરારથી અમેરિકાને “ટ્રિલિયન ડોલર”નું નુકસાન થઈ રહ્યું છે. તેમણે કહ્યું, પેરિસ પર્યાવરણ સંધિ એકોર્ડ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા અનેક આંતરરાષ્ટ્રીય કરારોમાંથી અમેરિકાને બહાર નિકળવાનો આ યોગ્ય સમય છે. તેમણે આ પગલાંને સાહસિક ગણાવ્યું હતું.
શ્રી ટ્રમ્પે આજે સવારે તેમના બીજા કાર્યકાળ દરમિયાન પહેલી વાર કોંગ્રેસના બંને ગૃહના સંયુક્ત સત્રને સંબોધતા આ વાત કહી. તેમણે કહ્યું,
100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અને 400 એક્ઝિક્યુટિવ પગલાં લીધા છે. તેમણે કહ્યું, લોકોએ તેમને કામ કરવા પસંદ કર્યા છે, અને તેઓ તે કરી રહ્યા છે.
શ્રી ટ્રમ્પના સંબોધનના થોડી મિનિટોમાં જ, ટેક્સાસના ડેમોક્રેટિક પ્રતિનિધિ અલ ગ્રીન દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેને સાર્જન્ટ ગૃહમાંથી બહાર લઇ ગયા હતાં.
Site Admin | માર્ચ 5, 2025 2:22 પી એમ(PM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, અમેરિકાને આર્થિક નુકસાન કરનારો પેરિસ જળવાયુ પરિવર્તન કરાર રદ કર્યો
