અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે.

અમદાવાદમાં થયેલા વિનાશક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 254 પર પહોંચી ગયો છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સહિત 12 ક્રૂ સભ્યો હતા. માત્ર એકનો વ્યક્તિનો બચાવ થયો હતો જે ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે.
વિમાન દુર્ધટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની એક ટીમે ઘટના સ્થળ પરથી વિમાનનું બ્લેક બોક્સ – જે ઔપચારિક રીતે ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે ઓળખાય છે – શોધી કાઢ્યું છે. ફોરેન્સિક નિષ્ણાતોએ પણ વિગતવાર તપાસ શરૂ કરી છે.