ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 9:56 એ એમ (AM)

printer

અમદાવાદના લો ગાર્ડન પાસેથી ગુમ થયેલી બાળકીને 96 કલાકની જહેમત બાદ હેમખમ શોધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ

અમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો બહુચર્ચિત કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉકેલી દીધો છે. ચાર દિવસથી ગુમ બાળકીને શોધી કાઢવામાં આવી છે અને આરોપી અપહરણકાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. ગત ચોવીસમી મેના રોજ સાંજે અમદાવાદના લૉ ગાર્ડનમાંથી ૪ વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી.
બાળકીને શોધવા માટે, કુલ ૭૦ પોલીસકર્મીઓની સાત ટીમો બનાવવામાં આવી હતી. સતત ૯૬ કલાક સુધી સઘન શોધખોળ કરી હતી. પોલીસે બાળકીને શોધવા માટે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સ સહિતની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. આરોપી મહિલા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, અને પોલીસ અપહરણના કારણો પર વધુ તપાસ કરી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ