અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજીવાળું ROV (Remotely Opreated Vehicle) ડીપ ટ્રેકર રોબોટ વસાવશે. આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલા મૃતદેહ અથવા તો કોઈપણ ચીજ વસ્તુને 200 ફુટ ઊંડાઈમાંથી શોધી કાઢશે. અગ્નિશમન વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરનું ટ્રાયલ કરવામાં આવ્યુ છે. કોર્પોરેશન દ્વારા આવા બે થી ત્રણ મશીન વસાવવાની યોજના છે.
શહેરમાં સાબરમતી નદી તેમજ અનેક નાળા તેમજ તળાવો આવેલા છે, જેમાં ઘણી વાર દુર્ઘટના બનતી હોય છે. ખાસ કરીને, રાત્રિના સમયે દુર્ઘટના થાય ત્યારે મુશ્કેલીઓના કારણે કલાકોનો વિલંબ થતો હોય છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે ROV ડીપ ટ્રેકર મશીન ખરીદવામાં આવશે. આ મશીનનો ઉપયોગ ભૂતકાળમાં રાજ્યમાં મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટનામાં કરવામાં આવ્યો હતો.
ડીપ ટ્રેકર મશીન એક પ્રકારનો અંડર વોટર રેસ્ક્યૂ રોબોટ છે જે નદી, કેનાલ, કે ઉંડા પાણીમાં રાત્રે પણ ઓપરેટ કરી શકે છે.
Site Admin | એપ્રિલ 18, 2025 3:08 પી એમ(PM)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજીવાળું ROV ડીપ ટ્રેકર રોબોટ વસાવશે.
