માર્ચ 11, 2025 2:13 પી એમ(PM)

printer

WPLમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટ- WPLમાં આજે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે સાડા સાત કલાકે શરૂ થશે.
મુંબઈ ઈન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈમાં ગુજરાત જાયન્ટ્સને નવ રનથી હરાવ્યું હતું. મુંબઈ દ્વારા આપેલા 180 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાતની ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનાં 10-10 પોઇન્ટ થયા છે, જો કે નીચા રનરેટને કારણે મુંબઇ ઇન્ડિયન્સ બીજા ક્રમે છે.