ડિસેમ્બર 18, 2025 9:16 એ એમ (AM)

printer

WHOના પરંપરાગત દવા પરના બીજી વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થયું

વિશ્વ આરોગ્ય સંગઠન WHOના પરંપરાગત દવા પરના બીજી વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે થયું હતું. વિશ્વ આરોગ્ય સંગઠન અને આયુષ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જણાવ્યું કે 2016માં શરૂ થયેલ આ સહયોગ વૈશ્વિક સ્તરે પરંપરાગત દવાને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો છે.WHOના ડિરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે વિજ્ઞાન અને પરંપરાગત જ્ઞાન અને જીવનના અનુભવો વચ્ચે સેતુ રચવા પર ભાર મૂક્યો.