કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે, વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVESનાં ભાગ રૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબજ ડોલરનાં ભંડોળની રચના કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, મુંબઇમાં 1થી 4 મે દરમિયાન યોજાનાર વેવ્ઝ સમિટ ઉચ્ચ મૂલ્ય ધરાવતું કન્ટનેટ રચવાનો મંચ પૂરો પાડશે.
કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે, વેવ્ઝ સમિટ મિડીયા અને મનોરંજન ઉદ્યોગમાં ચર્ચા, જોડાણ અને નવીનીકરણ માટેનો મહત્વનો મંચ પૂરો પાડશે.
Site Admin | માર્ચ 14, 2025 9:26 એ એમ (AM)
WAVESનાં ભાગ રૂપે ક્રિએટર ઇકોનોમી માટે એક અબજ ડોલરનાં ભંડોળની રચના કરવામાં આવશે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ
