US ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ગયા વર્ષના ડિસેમ્બર પછીનો આ પહેલો ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા લાંબા સમયથી અમેરિકા સ્થગિત શ્રમ બજાર અને ધીમી આર્થિક વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે. ફેડે એક નિવેદનમાં જણાવ્યું કે, નોકરીઓમાં ઘટાડો થયો છે, અને બેરોજગારી દર વધ્યો છે અને ફુગાવો વધ્યો છે.નવા ફેડ ગવર્નર સ્ટીફન મીરાને અસંમતિ વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ અડધા ટકાવારી-પોઇન્ટ કાપને પસંદ કરે છે.દરમિયાન, ફેડરલ રિઝર્વે અપેક્ષિત વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ અને વોલ સ્ટ્રીટના શેરબજારો મિશ્ર બંધ થયા, જેમાં US શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા મળી.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:05 એ એમ (AM)
US ફેડરલ રિઝર્વે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
