યુએસ ઓપન 2025 બેડમિન્ટનમાં, ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્મા પુરુષ અને મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચ્યા હતા.ગઇકાલે રાત્રે યુએસએના આયોવાના કાઉન્સિલ બ્લફ્સમાં મિડ-અમેરિકા સેન્ટર ખાતે રમાયેલી મેચમાં યુક્રેનની સાતમી ક્રમાંકિત બુહરોવા સામે 21-14,21-16 જીત સાથે તન્વીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે આયુષ શેટ્ટીએ વિશ્વ નંબર છ ચૌ ટિએન ચેનને 21-23,21-15,21-14 ના અપસેટ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તન્વી હવે આજે રાત્રે ફાઇનલમાં યુ. એસ. એ. ની ટોચની ક્રમાંકિત બેઇવેન ઝાંગ સામે ટકરાશે, જ્યારે આયુષ કેનેડાના ત્રીજા ક્રમાંકિત બ્રાયન યાંગ સામે રમશે.
Site Admin | જૂન 29, 2025 1:13 પી એમ(PM)
US ઓપન બેડમિન્ટનમાં ફાઇનલમાં પહોંચેલા ભારતના આયુષ શેટ્ટી અને તન્વી શર્માનો આજે પોતપોતાની મેચમાં મુકાબલો.
