ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 22, 2025 8:15 પી એમ(PM)

printer

UPSC 2024નું પરિણામ જાહેર , શક્તિ દુબેએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-UPSC ની સિવિલ સર્વિસ પરીક્ષા 2024નું અંતિમ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. કુલ એક હજાર નવ ઉમેદવારો પાસ થયા છે, જેમાં 725 પુરુષો અને 284 મહિલાઓ છે. શક્તિ દુબેએ સિવિલ સર્વિસ 2024ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
જાહેર કરાયેલા પરિણામમાં ગુજરાત રાજ્યના 26 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. રાજ્યનાં હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો અને માર્ગી શાહે ચોથો અને સ્મિત પંચાલે 30-મો ક્રમાંક મેળવ્યો છે. આ રીતે રાજ્યના ત્રણ ઉમેદવારે સમગ્ર દેશમાં ટોચના 30 ઉમેદવારમાં સ્થાન મેળવ્યું છે.