ભારતીય રાષ્ટ્રીય પેમેન્ટ્સ નિગમે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ- UPI પર વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.ખરીદી માટે મોટી ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફર માટેની મર્યાદા પ્રતિ દિવસ એક લાખ રૂપિયા જ રહે છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 9:59 એ એમ (AM)
UPI પર વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરાઇ
