નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-NPCI એ આજથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ-UPI માટે નવા નિયમો લાગુ કર્યા છે. જેમાં દરેક વ્યવહાર પહેલાં પ્રાપ્તકર્તાનું નામ મોકલનારને બતાવવામાં આવશે. દરેક UPI એપ્લિકેશન વપરાશકર્તાઓ દિવસમાં 50 વખત તેમના બેંક બેલેન્સની તપાસ કરી શકશે.
NPCI એ એ પણ ફરજિયાત બનાવ્યું છે કે ઓટોમેટેડ ચુકવણી વ્યવહારો ફક્ત નોન-પીક અવર્સ દરમિયાન જ પ્રક્રિયા કરવામાં આવશે. ગ્રાહકો હવે તેમના મોબાઇલ નંબર સાથે લિંક કરેલી બેંકોની સૂચિ જોઈ શકશે. પુષ્ટિ ન થયેલ ચુકવણીના કિસ્સામાં, વપરાશકર્તાઓ ફક્ત ત્રણ વખત ચુકવણીની સ્થિતિ ચકાસી શકશે, અને દરેક પ્રયાસ વચ્ચે ઓછામાં ઓછું 90 સેકન્ડનું અંતર રહેશે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 7:25 પી એમ(PM)
UPIના નવા નિયમો આજથી અમલમાં મુકાયા
