યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI આધારિત ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સનાં વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે એમ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે જણાવ્યું છે.
2016માં પ્રારંભ થયો ત્યારથી UPIનો ઝડપથી પ્રસાર થયો છે. UPI હવે પ્રતિ મહિને 18 અબજથી વધુ વ્યવહારો કરે છે અને ભારતમાં અન્ય ઇલેક્ટ્રોનિક રિટેલ પેમેન્ટ પર પ્રભુત્વ ધરાવે છે. UPI એ ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ IMPS ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બનેલું ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ છે. ભારતમાં દૈનિક UPI વ્યવહારો મે મહિનાનાં 60.2 કરોડથી વધીને જૂનમાં 61.3 કરોડ થયા છે.
Site Admin | જુલાઇ 11, 2025 2:03 પી એમ(PM)
UPIનાં વ્યાપક સ્વીકારને કારણે ભારત અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી ઝડપી ચૂકવણી કરે છે : આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ