નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના,ઉડાન એ 9 વર્ષમાં 3 લાખ 23 હજાર ફ્લાઇટ્સ દ્વારા 1 કરોડ 56 લાખથી વધુ મુસાફરોને સુવિધા આપી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ હેઠળ, 21 ઓક્ટોબર, 2016 ના રોજ UDAN યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, 15 હેલિપોર્ટ અને 2 વોટર એરોડ્રોમ સહિત 93 ઓછા ઉપયોગમાં લેવાતા એરપોર્ટને જોડતા 649 રૂટ કાર્યરત થયા છે. યોજનાની 9મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા, નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહાએ કહ્યું કે UDAN એક પરિવર્તનકારી પહેલ છે જેનો હેતુ હવાઈ મુસાફરીને સસ્તું અને સામાન્ય નાગરિક માટે સુલભ બનાવવાનો છે. તેમણે વિસ્તૃત UDAN માળખા દ્વારા એપ્રિલ 2027 પછી પણ યોજના ચાલુ રાખવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી, જે પર્વતીય, ઉત્તરપૂર્વીય અને મહત્વાકાંક્ષી પ્રદેશો સાથે જોડાણ અને આશરે 120 નવા સ્થળોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે એરલાઇન ઓપરેટરો અને પ્રાદેશિક માળખાગત સુવિધાને પ્રોત્સાહન આપવા માટે 4,300 કરોડ રૂપિયાથી વધુનુ ભંડોળ વિતરણ કર્યું છે. વધુમાં, આ યોજના હેઠળ એરપોર્ટ વિકાસમાં ₹4,638 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે ગયા વર્ષે સીપ્લેન કામગીરી માટે વ્યાપક માર્ગદર્શિકા પણ લાગુ કરી હતી અને સીપ્લેન અને હેલિકોપ્ટર માટે એક ખાસ બિડિંગ રાઉન્ડ, શરૂ કર્યો છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 8:22 એ એમ (AM)
UDAN યોજનાને 9 વર્ષ પૂર્ણ- 1.56 કરોડ મુસાફરોને સુવિધા મળી