યુક્રેન, અમેરીકા અને રશિયા આજે અને આવતીકાલે યુ. એ. ઈમાં ત્રિપક્ષીય બેઠક યોજવા જઈ રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, 2022ના આક્રમણ પછી આ પહેલી વાર છે જ્યારે ત્રણેય દેશોના પ્રતિનિધિમંડળો યુદ્ધના અંત અંગે ચર્ચા કરવા માટે એકસાથે મળશે. શ્રી ઝેલેન્સકીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. ટ્રમ્પે તેમની ચર્ચાને સકારાત્મક ગણાવી અને ભાર મૂક્યો કે યુદ્ધનો અંત આવવો જ જોઇએ. આ પછી, રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સહિત અમેરિકી પ્રતિનિધિઓ સમિટ માટે અબુ ધાબી જતા પહેલા મોસ્કો જવાના હતા. ઝેલેન્સકીએ જણાવ્યું કે વાટાઘાટો એક મહત્વપૂર્ણ પગલું છે અને સફળતા માટે રશિયા સહિત તમામ પક્ષો સમાધાન માટે તૈયાર રહેવાની જરૂર છે. યુએઈમાં બેઠક કેદીઓની આપ-લેનો પણ સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 23, 2026 9:38 એ એમ (AM)
UAEમાં યુક્રેન, રશિયા અને અમેરિકા યુદ્ધ રોકવા અંગેની બેઠક કરશે