સપ્ટેમ્બર 9, 2025 8:03 પી એમ(PM)

printer

UAEમાં આજથી 17-મા ઍશિયા કપ ક્રિકેટનો પ્રારંભ – અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે પહેલો મુકાબલો

સંયુક્ત આરબ અમિરાતના અબુધાબીમાં આજથી ઍશિયા કપ ક્રિકેટ ટૂર્નામૅન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. ટી—20 શ્રેણીમાં રમાઈ રહેલી ટૂર્નામૅન્ટની પહેલી મૅચ આજે અફઘાનિસ્તાન અને હૉન્ગકૉન્ગ વચ્ચે રમાશે. ભારતીય સમય મુજબ આ મૅચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ભારતની પહેલી મૅચ આવતીકાલે યજમાન સંયુક્ત આરબ અમિરાત સામે રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી 14 તારીખે મુકાબલો થશે.