જાન્યુઆરી 19, 2026 9:05 એ એમ (AM)

printer

UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર સંયુક્ત આરબ અમીરાત-UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન આજથી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.તેઓ પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. જેમાં પશ્ચિમ એશિયામાં વિકાસ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને પણ આવરી લેવાય તેવી અપેક્ષા છે. આ મુલાકાત ભારત- UAE વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.