યુપીએસસી સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના 76 તાલીમાર્થીઓ પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા.યુપીએસસી દ્વારા ગત ઓગષ્ટ માસમાં લેવાયેલ સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના કુલ 272 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત 11 નવેમ્બરે મુખ્યપરીક્ષા ૨૦૨૫નું પરીણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2 હજાર 736 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય કરવામાં આવ્યા છે.છેલ્લા ત્રણ વર્ષમાં સ્પીપામાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થનાર તાલીમાર્થીઓની સંખ્યા કુલ 160 હતી. જ્યારે વર્ષ 20024-25ના મુખ્ય પરીક્ષાના તાલીમ વર્ગમાં જોડાયેલા 272 ઉમેદવારોમાંથી પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થનાર તાલીમાર્થીઓની શરૂઆતની સંખ્યા 49થી વધીને હવે 76 તાલીમાર્થીઓ સુધી પહોંચી છે.ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા(સ્પીપા)એ ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા છે.
Site Admin | ડિસેમ્બર 16, 2025 9:34 એ એમ (AM)
U.P.S.C. સિવિલ સર્વીસીઝ પરીક્ષા 2025ની મુખ્ય પરીક્ષામાં સ્પીપાના 76 તાલીમાર્થીઓ પર્સનાલિટી ટેસ્ટ માટે ક્વોલિફાય થયા