ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM) ફેબ્રુવારી 24, 2025 8:16 પી એમ(PM)

views 11

આજથી મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહોત્સવનો આરંભ

સોમનાથ ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન ત્રિ-દિવસીય ‘સોમનાથ મહોત્સવ’નો આજથી આરંભ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. વધુ માહિતી આપી રહ્યા છે, અમારાં ગીર સોમનાથના પ્રતિનિધિ,રાજેશ ભજગોતર…(બાઇટ: રાજેશ ભજગોતર, PTC) નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં ચાર રાજ્યોના ત્રણ લાખથી વધુ આદિવાસી શ્રદ્ધાળુઓ જોડાશે.

ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 15

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.