ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 15

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ઓક્ટોબર 16, 2024 3:39 પી એમ(PM) ઓક્ટોબર 16, 2024 3:39 પી એમ(PM)

views 5

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે

શિવભક્તો હવે ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજનમાં જોડાઈ શકશે.31 ઓકટોબરે, દિવાળીના દિવસે સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી આયોજિત લક્ષ્મી પુજનમાં ભક્તો પ્રત્યક્ષ આવીને તેમજ ઓનલાઇન માધ્યમથી પણ જોડાઈ શકશે.ઓનલાઈન પૂજન નોંધાવનાર ભક્તોને પૂજા કરેલ રોજમેળ, શ્રીયંત્ર, બોલપેન, સોમનાથ મહાદેવના નમન અને ભસ્મ, રુદ્રાક્ષ પ્રસાદ તરીકે તેમણે નોંધાવેલા એડ્રેસ પર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ માટે 1500 રૂપિયાની ન્યોછાવર કિંમત રાખવામાં આવી છે.ભક્તો પૂજા ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ somnath.org પરથી, મં...