ડિસેમ્બર 24, 2024 9:23 એ એમ (AM) ડિસેમ્બર 24, 2024 9:23 એ એમ (AM)

views 3

બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને પરત મોકલવા માટે ભારત સરકારને નોંધ મોકલી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભારતમાંથી પાછા બોલાવવા માટે ભારત સરકારને રાજદ્વારી પત્ર મોકલ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે મંત્રાલયને સુશ્રી શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન તરફથી આ સંબંધમાં પત્ર મળ્યો છે. શ્રીમતી શેખ હસીનાને ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના પદેથી દૂર કરવામાં આવ્યા ત્યારથી તેઓએ ભારતમાં શરણ લીધી છે.

ઓગસ્ટ 5, 2024 8:12 પી એમ(PM) ઓગસ્ટ 5, 2024 8:12 પી એમ(PM)

views 18

હિંસાગ્રસ્ત બાંગલાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડ્યો

બાંગલાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલા વિદ્યાર્થીઓનાં હિંસક આંદોલન વચ્ચે શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપીને દેશ છોડી દીધો હોવાનાં અહેવાલ છે.શેખ હસીના લશ્કરનાં હેલિકોપ્ટરમાં રવાના થયા હતા. લશ્કરના વડા જનરલ વકાર-ઉઝ-ઝમાને આજે જાહેરાત કરી હતી કે, દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. બાંગલાદેશના માધ્યમોના અહેવાલ પ્રમાણે ઢાકામાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ગોનોભબન પર સેંકડો દેખાવકારોનું ટોળું ધસી આવ્યા બાદ પ્રધાનમંત્રી હસીના સલામત સ્થળ માટે રવાના થયા ...