ઓક્ટોબર 1, 2024 8:52 એ એમ (AM) ઓક્ટોબર 1, 2024 8:52 એ એમ (AM)
10
ડિસેમ્બર સુધીમાં 24,700 શિક્ષકોની ભરતી કરાશે : ડૉ. કુબેર ડિંડોર
રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિના સુધીમાં તબક્કાવાર 24 હજાર 700 શિક્ષક સહિતના સંવર્ગોની ભરતી કરવાની રાજ્ય સરકારનો હેતુ હોવાનું શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું. અમરેલીમાં ગાયત્રી સંસ્કારધામ ખાતે જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા યોજાયેલા પરિણામ સુધારણા કાર્યક્રમના સમાપન દરમિયાન મંત્રી ડિંડોરે ઉપરોક્ત બાબતે જણાવ્યું હતું. દરમિયાન ડિંડોરે અનુદાનિત શાળાના આચાર્યો સાથે સંવાદ કર્યો હતો. ડિંડોરે ઉમેર્યું હતું કે, ‘આ ભરતી પ્રક્રિયા બાદ નીચેની જગ્યા ખાલી ન રહે તેની કાળજી રાખતા ઉપલા ક્રમેથી ભરતી કરવાન...