જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM)
2
વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી
વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ORS અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે.