જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:56 એ એમ (AM)

views 7

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય યુવા દિવસે આજે મધ્ય પ્રદેશમાં યુવાનો માટે મહત્વાકાંક્ષી સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને તેમના કૌશલ્ય, જ્ઞાન અને સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડીને સશક્ત બનાવવાનો છે. "સ્વામી વિવેકાનંદ યુવા શક્તિ મિશનનું સૂત્ર સંવાદ – સામર્થ્ય - સમૃદ્ધિ એટલે સંવાદ શક્તિ અને સમૃદ્ધિ. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે જણાવ્યું હતું કે, આ મિશનને પ્રધાનમંત્રીના જ્ઞાન પર ધ્યાનના મંત્ર અને મધ્યપ્રદેશની યુવા નીતિને ધ્યાનમાં રાખીને આકાર આપવામાં આવ્યો છે. ...

જાન્યુઆરી 12, 2025 8:48 એ એમ (AM) જાન્યુઆરી 12, 2025 8:48 એ એમ (AM)

views 5

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ, ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજે 12 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ છે. ભારતીય સંસ્કૃતિના મહાનાયક સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને પ્રતિ વર્ષ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જાન્યુઆરી 1863ના રોજ જન્મેલા નરેન્દ્રનાથને તેમના ગુરૂ સ્વામી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદ નામ આપ્યું હતું. 30 વર્ષની ઉંમરે અમેરિકાના શિકાગોમાં વિશ્વ ધર્મ પરિષદમાં ઐતિહાસિક વ્યાખ્યાન દ્વારા ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડી દુનિયામાં ભારતનું નામ તેમણે રોશન કર્યું. ઉઠો જાગો અને ધ્યેયને વળગી રહો જેવું સૂત્ર આપનાર અને યુવાનોના પ્રેરણામૂર્તિ સ્વામી વ...

જાન્યુઆરી 10, 2025 6:30 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:30 પી એમ(PM)

views 4

“રાષ્ટ્રીય યુવા દિવસ”ને અનુલક્ષીને ખેડા જિલ્લાના નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાના વિધાર્થીઓ માટે ખાસ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ

"રાષ્ટ્રીય યુવા દિવસ" ને અનુલક્ષીને ખેડા જિલ્લાના નડિયાદની ભગત એન્ડ સોનાવાલા લો કોલેજ ખાતે કાયદાના વિધાર્થીઓ માટે ખાસ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી.