માર્ચ 31, 2025 6:56 પી એમ(PM) માર્ચ 31, 2025 6:56 પી એમ(PM)
10
આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે
આ વર્ષે સમગ્ર રાજ્યમાં માધવપુર ઘેડ મેળાની ઉજવણી કરાશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ ખાતે પણ આ મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરાયાં છે. આવતીકાલે સુરતમાં ઇનડોર સ્ટેડિયમ ખાતે, 2 એપ્રિલે વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે 3 એપ્રિલે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયા ખાતે, અને 5 એપ્રિલે સોમનાથ મંદિર ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં 6 થી 10 એપ્રિલ સુધી ચાલનારા પાંચ દિવસીય માધવપુર ઘેડ મેળામાં ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો ભાગ લેશ...