નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM) નવેમ્બર 11, 2024 9:32 એ એમ (AM)

views 3

મુખ્યમંત્રી આજે રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતભરમાં સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરુઆત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી આ ખરીદીનો આરંભ કરાવશે. રાજ્યમાં અંદાજે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩ લાખ ૩૩ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તે તમામ ખેડૂતો પાસેથી એક હજાર ૩૫૬ રૂપિયા અને ૬૦ પૈસા પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

નવેમ્બર 8, 2024 6:50 પી એમ(PM) નવેમ્બર 8, 2024 6:50 પી એમ(PM)

views 4

અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કરેલા ચોતરફ થયેલા વિકાસે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું

અમદાવાદમાં યોજાયેલી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં બોલતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતે કરેલા ચોતરફ થયેલા વિકાસે દેશ અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદમાં ફિક્કીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ હતી. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નેશન ફર્સ્ટ" ના ભાવથી વિકાસના ઊંચા લક્ષ્યો અને પરિણામો સિદ્ધ કરી શકાય તેનું ઉદાહરણ ભારતે દેશ અને દુનિયાને પુરું પાડ્યું છે તેમણે જણાવ્યું કે, દેશમાં પાછલા દશકમાં જે પ્રોત્સાહક પગલાં લેવાયા...

નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM) નવેમ્બર 8, 2024 11:56 એ એમ (AM)

views 6

11 મીએ મુખ્યમંત્રી હિંમતનગરથી એકસાથે 160 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવશે

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૧ નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ ...

નવેમ્બર 5, 2024 9:57 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:57 એ એમ (AM)

views 5

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાવરકુંડલા ખાતે 122 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. મુખ્યમંત્રી સાવરકુંડલા ખાતે 122 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે તથા સાવરકુંડલા ખાતે વિવિધ ધાર્મિક સ્થળો અને હૉસ્પિટલની મુલાકાત લેશે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ચાડીયા મુકામે જળસિંચન માતૃ વંદના કાર્યક્રમ યોજાશે સાવરકુંડલા ખાતે તેઓ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના 103 કરોડ 85 લાખ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 4 કરોડ 9 લાખ રૂપિયાના લોકાર્પણ અને 13 કરોડ 47 લાખ રૂપિયાના ખાતમહૂર્ત કરશે. જેમાં ભ...

ઓક્ટોબર 23, 2024 7:21 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:21 પી એમ(PM)

views 6

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યુત સહાયક (JE)ની સીધી ભરતીથી પસંદગી પામેલા 394 ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કર્યા. આ વિતરણ કાર્યક્રમમાં મંત્રી કનુભાઇ દેસાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં PGVCLની આટકોટ સબ-ડિવિઝન ઑફિસ, GETCOના 7 સબ-સ્ટેશન, SLDCના નવા રિન્યૂઅબલ એનર્જી મેનેજમેન્ટ બિલ્ડિંગ, રાજકોટ ખાતે જેટકોના વાજડી ટ્રેનિંગ સેન્ટરનું લોકાર્પણ અને E-CGRF પોર્ટલ લૉન્ચ કર્યું હતું.

ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM) ઓક્ટોબર 19, 2024 10:40 એ એમ (AM)

views 9

અમદાવાદ ખાતે ‘ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી

અમદાવાદ ખાતે 'ઈન્ડીયન સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની 34મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ હતી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભૂષણ ગવઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અંગદાન પ્રત્યે લોકજાગૃતિ કેળવવા ઉપર ભાર મૂકાયો હતો. 'અંગદાન થકી જીવનદાન'એજ સર્વશ્રેષ્ઠ દાન છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.. જ્યારે અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં લીગલ સિસ્ટમ અને લીગલ ફ્રેમવર્કની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો મત સર્વોચ્ચ અદાલતના ન્યાયમ...

ઓક્ટોબર 18, 2024 10:50 એ એમ (AM) ઓક્ટોબર 18, 2024 10:50 એ એમ (AM)

views 5

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગર પાલિકા અને નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 563 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ સંદર્ભે વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ 50 કામોને મંજૂરી આપી. તેમણે જસદણ નગરપાલિકાને સી. સી. રોડના કામ માટે 19 લાખ, 17 હજાર રૂપિયા તેમજ વિજાપુર નગરપાલિકાને સી. સી. રોડ તેમજ પેવર બ્લૉકના કામો માટે 17 લાખ 43 હજાર રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે. સરકારે આ યોજના અંતર્ગત ખા...

ઓક્ટોબર 17, 2024 7:50 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:50 પી એમ(PM)

views 5

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબસિંહ સૈનીએ આજે હરિયાણાના મુખ્યમંત્રી પદે બીજી વાર શપથગ્રહણ કર્યા. શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ બંદારુ દત્તાત્રયે શ્રી સૈનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 13 ધારાસભ્યોએ કેબિનેટ અને રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ રાજથનાસિંહ, અમિત શાહ, નિતીન ગડકરી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપ શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓક્ટોબર 17, 2024 7:19 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 7:19 પી એમ(PM)

views 5

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી

રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા, જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વડોદરા નગરપાલિકાને 2 કરોડ, 78 લાખના ખર્ચે વિવિધ 50 કામોને મંજૂરી આપી. તેમણે જસદણ નગરપાલિકાને સી. સી. રોડના કામ માટે 19 લાખ 17 હજાર રૂપિયા તેમજ વિજાપુર નગરપાલિકાને સી. સી. રોડ તેમજ પેવર બ્લૉકના કામો માટે 17 લાખ 43 હજાર રૂપિયા ફાળવવા મંજૂરી આપી છે.

ઓક્ટોબર 17, 2024 2:21 પી એમ(PM) ઓક્ટોબર 17, 2024 2:21 પી એમ(PM)

views 4

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. દરમ્યાન શ્રી સૈનીએ કહ્યું છે કે રાજ્યમાં 24 હજાર સરકારી નોકરીઓ માટે આયોજિત ભરતી પરીક્ષાના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. તેમણે...