ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM) ડિસેમ્બર 29, 2024 8:04 એ એમ (AM)

views 30

પ્રધાનમંત્રી મોદી આજે મન કી બાતમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાતની આ 117મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. ...

ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 2

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય નાગરિકો અને પક્ષના કાર્યકર્તાઓ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. કૉંગ્રેસ કાર્ય સમિતિ- સીડબલ્યુસી એ ગઈકાલે ડૉ. મનમોહન સિંહના અવસાન પર એક શોક પ્રસ્તાવ પસાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહના અંતિ...

ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM)

views 5

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદનમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું છે કે, “છેલ્લાં ચાર વર્ષમાં અમેરિકામાં ભારતના મુલાકાતીઓની સંખ્યામાં પાંચ ગણો વધારોથયો છે અને 2024નાં પ્રથમ 11 મહિનામાં 20 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસકર્યો છે, જે...

ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 10:52 એ એમ (AM)

views 2

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહનું નિધન : સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનું નિધન થયું છે, ડૉ. સિંહના નિધન અંગે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહનું ગઈકાલે નવી દિલ્હીમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. ગઈકાલે સાંજે તેઓ ઘરે બેભાન થઈ જતાં તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ તેમને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા. ગઇકાલે રાત્રે નવ વાગીને 51 મિનિટે AIIMSએ તેમનું નિધન થયું હોવાનું જાહેર કર્યું હતું. તેમની તબિયત કેટલાક મહિનાઓથી ખરાબ હતી. તેમના પરિવારમાં તેમની પત્ની ગુરુશ...

ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 9:45 એ એમ (AM)

views 6

તટ રક્ષકે સમુદ્રમાં ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ  26મીના રોજ  સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું. ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.

ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:30 એ એમ (AM)

views 3

પૂર્વ પીએમ મનમોહનસિંઘનું નિધન : મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, રાજ્યમાં શોક પળાશે

દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંઘનું ગઇકાલે નિધન થયું હતું. 92 વર્ષની જૈફ વયે તેમનું નિધન થતાં દેશમાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉક્ટર મનમોહનસિંઘના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ સોશિયલ મીડિયા પોસ્ટ X ના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં ડોક્ટર મનમોહનસિંઘનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. આ દુઃખના પ્રસંગે રાજ્યભરમાં પણ શોક પાળવામાં આવશે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘના દુઃખદ નિધનને કારણે જાહેર કરાયેલ રાષ્ટ્રીય શ...

ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM) ડિસેમ્બર 23, 2024 10:48 એ એમ (AM)

views 7

પીએમ મોદી આજે વીડિયો કોન્ફરન્સથી 71000 યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવનિયુક્ત ઉમેદવારોને વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી 71 હજારથી વધુ નિમણૂકપત્ર એનાયત કરશે. ગાંધીનગરના બીએસએફ હેડ ક્વાટર્સ ખાતે પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં યુવાનોને નિયુક્તિ પત્ર એનાયત કરાશે. દેશભરના 45 સ્થળ પર યોજાનારો આ રોજગાર મેળો રોજગાર સર્જનને વધુ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધlતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે, જે દેશનિર્માણ અને સ્વરોજગારમાં યુવાનોની ભાગીદારીને તક પૂરી પાડશે. દેશભરમાંથી પસંદગી પામેલા નવનિયુક્ત ઉમેદવારોની ગૃહ મંત...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 3

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 5

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.     હૉકી ઇન્ડિય...

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM) ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 8

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.