ઓગસ્ટ 26, 2024 7:22 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 7:22 પી એમ(PM)

views 3

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા

ઓડિશામાં બર્ડ ફ્લૂને પગલે પુરી જિલ્લાના પીપલીમાં હજારો મરઘાઓને મારવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા અંદાજે 20 હજાર જેટલા મરઘાઓને મારીને તેમને પ્રોટોકોલ પ્રમાણે દફનાવવામાં આવી રહ્યા છે, ઉપરાંત પોલ્ટ્રીફાર્મને સેનેટાઇઝ કરાઈ રહ્યા છે. ભોપાલના રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા દ્વારા હાલમાં જ પીપલી વિસ્તારથી લેવાયેલા નમૂના એવિનયન ઇન્ફ્લૂએન્ઝા એચ-એએન-1થી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ રાજ્ય સરકારે બર્ડ ફ્લૂના સંક્રમણને વધતુ અટકવવા પગલા લેવાનું શરૂ કર્યું છે.