ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 7:55 પી એમ(PM)

views 3

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી સચિવાલયમાં ચાર્જ સંભાળ્યો હતો. મુખ્ય સચિવ ધર્મેન્દ્ર કુમાર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ચાર્જ સંભાળ્યા બાદ શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે રાજ્ય સરકાર વિકસિત દિલ્હીના મિશન પર સતત કામ કરશે. (બાઇટ: રેખા ગુપ્તા) અગાઉ, પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રેખા ગુપ્તાએ આજે રાષ્ટ્રીય રાજધાનીના રામલીલા મેદાનમાં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ શ્રીમતી ગુપ્તા અને છ કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડ...

ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:44 પી એમ(PM)

views 5

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે.

દિલ્હીની નવી સરકારમાં 6 કેબિનેટ મંત્રીઓ હશે. આમાં પ્રવેશ સાહિબ સિંહ, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઈન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહનો સમાવેશ થાય છે. દિલ્હીના મંત્રી તરીકે શપથ લેતા પહેલા મીડિયા સાથે વાત કરતા, ભાજપના નેતા કપિલ મિશ્રાએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:07 પી એમ(PM)

views 7

નવી દિલ્હી અને એનસીઆરમાં આજે સવારે 4 ની તીવ્રતાના ભૂકંપથી દોડધામ

નવી દિલ્હી અને એનસીઆરનાં અનેક ભાગમાં આજે સવારે પાંચ વાગીને 36 મિનિટે 4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપ ગણતરીની સેકન્ડ માટે જ અનુભવાયો હતો, પરંતુ તેની તીવ્રતા વધુ હોવાથી લોકો વિચલિત થઈ ગયા હતા. અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ તાત્કાલિક બિલ્ડિંગ ખાલી કરીને સલામત સ્થળે આશરો લીધો હતો. ભુકંપનું કેન્દ્રબિંદુ દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઉંડાઈએ હતું. દિલ્હી, નોયડા, ઇન્દિરાપુરમ અને એનસીઆરનાં કેટલાંક વિસ્તારમાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે જાનમાલને નુકસાનના કોઈ સમાચાર નથી. બિહારનાં સિવાનમાં પ...

ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM) ફેબ્રુવારી 17, 2025 10:11 એ એમ (AM)

views 20

દિલ્હીમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા

આજે સવારે નવી દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ સવારે 5:36 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર દિલ્હી નજીક પાંચ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી, નોઈડા, ઈન્દિરાપુરમ અને એનસીઆર ના અન્ય વિસ્તારોમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 28.59 ઉત્તર અક્ષાંશ અને 77.16 પૂર્વ રેખાંશ પર હતું. જો કે હજુ સુધી સંપત્તિ કે જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.

ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 5, 2025 2:16 પી એમ(PM)

views 13

દિલ્હીમાં સલામતીના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે અગિયાર વાગ્યા સુધી 19.95 ટકા મતદાન

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.95 ટકા મતદાન નોંધાયું. 70 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.બેઠક મુજબ, મધ્ય દિલ્હી જિલ્લામાં 16.46 ટકા મતદાન નોંધાયું છે જ્યારે પૂર્વ દિલ્હીમાં આ ટકાવારી 20.03 ટકા નોંધાઈ છે.નવી દિલ્હી બેઠક પર 16.80 ટકા, ઉત્તર દિલ્હીમાં 18.63 ટકા, ઉત્તર પૂર્વ દિલ્હીમાં 24.87 ટકા, ઉત્તર પશ્ચિમમાં 19.75 ટકા અને શાહદરા વિસ્તારમાં 23.30 ટકા મતદાન થયું હતું. દક્ષિણ દિલ્હી જિલ્લામાં 19.75 ટકા, દક્ષિણ...

જાન્યુઆરી 23, 2025 7:33 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:33 પી એમ(PM)

views 6

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ રોડ શો, ડોર-ટુ-ડોર પ્રચાર અને જાહેર સભાઓ કરીને મતદારોને તેમના ઉમેદવારોની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કિરારી વિસ્તારમાં એક જાહેર સભા યોજી હતી અને રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તાઓની કથિત ખરાબ સ્થિતિ અને સ્વચ્છતાના મુદ્દા માટે શાસક આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ યમુના નદીની સ્વચ્છતાના અભાવ માટે AAP પર પણ પ્રહારો કર્યા. ...

ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 8

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પક્ષના નેતા સંજય સિંહે, નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કેટલીક ટિપ્પણીઓ પર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે શ્રી માકને શ્રી કેજરીવાલને દેશદ્રોહી ગણાવ્યા તે વાંધાજનક છે અને કોંગ્રેસ પાર્ટીએ 24 કલાકની અંદર તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. દરમિયાન કોંગ્રેસે ...

ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM) ડિસેમ્બર 20, 2024 11:40 એ એમ (AM)

views 3

દિલ્હી પોલિસે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધી

દિલ્હી પોલીસે ભારતીય જનતા પાર્ટીની ફરિયાદ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી હોવાનું દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. દિલ્હી પોલીસ દ્વારા ભારતીય ન્યાયિક સંહિતાની માત્ર કલમ 109 હટાવી છે, જ્યારે ફરિયાદમાં દાખલ કરવામાં આવેલી બાકીની તમામ કલમો યથાવત રાખવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે, સાંસદો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે ગઈકાલે સંસદ ભવન પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભાજપના સાંસદોને સંસદ ભવન સંકુલમાં ધક્કો મારીને ...

ડિસેમ્બર 3, 2024 3:27 પી એમ(PM) ડિસેમ્બર 3, 2024 3:27 પી એમ(PM)

views 4

રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે

રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો આવતીકાલે દિલ્હી જશે.ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે,આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:37 એ એમ (AM)

views 2

અંકલેશ્વરમાંથી 5000 કરોડનું ડ્રગ્સ પકડાયું

ભરૂચના અંકલેશ્વરમાંથી ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનને કારણે પાંચ હજાર કરોડના 519 કિલોગ્રામ માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સંયુક્ત કાર્યવાહી દરમિયાન ગઈકાલે મોડીરાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં એક કંપનીમાંથી આ માદક પદાર્થ પકડાયો હતો. પોલીસે કંપનીના ત્રણ ડિરેક્ટર, એક સુપરવાઇઝર અને એક દલાલ સહીત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ તમામને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાંથી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. આ પહેલા આ મહિનાની પહેલી તારીખે દિલ્હી પોલીસના વિશેષ ...