ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)

views 7

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM) સપ્ટેમ્બર 6, 2024 2:37 પી એમ(PM)

views 4

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા

તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર મરાયા છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં તેલંગાણા પોલીસના નક્સલ વિરોધી દળના બે કમાન્ડો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે.

સપ્ટેમ્બર 5, 2024 8:29 પી એમ(PM) સપ્ટેમ્બર 5, 2024 8:29 પી એમ(PM)

views 6

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ છે. બે જવાનોને ગોળી વાગી છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસને ગુંડાલા-કરકાગુડેમ જંગલ વિસ્તારમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓની હાજરીની હોવાની બાતમી મળતા બુધવારે જ ગ્રેહાઉન્ડ ફોર્સને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. સૈનિકો ગુરુવારે સવારે નક્સલવાદીઓના ઠેકાણા પર ...