માર્ચ 7, 2025 5:34 પી એમ(PM) માર્ચ 7, 2025 5:34 પી એમ(PM)

views 8

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તિરુત્તાની અને અન્ય નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM) ડિસેમ્બર 19, 2024 8:35 એ એમ (AM)

views 4

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે.

તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના 28 ભારતીય માછીમારો સ્વદેશ પરત ફર્યા છે. સપ્ટેમ્બર 2024માં કથિત રીતે બહેરીનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી. બહેરીનમાં ભારતીય દૂતાવાસે માછીમારો માટે તાત્કાલિક કાયદાકીય પ્રતિનિધિત્વની નિમણૂક કરીને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેને લઈ માછીમારાની છ મહિનાની સજા ઘટાડીને ત્રણ મહિના કરવામાં આવી હતી. આ ઘટના વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને બહેરીન સાથે મજબૂત રાજદ્વારી સંબંધો જાળવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM) ઓક્ટોબર 15, 2024 10:59 એ એમ (AM)

views 3

રણજી ટ્રોફીમાં ગુજરાત-બરોડાનો વિજયી પ્રારંભ, સૌરાષ્ટ્રે હારનો સામનો કર્યો

રણજી ટ્રોફીમાં ગુજરાત અને બરોડાએ વિજયી પ્રારંભ કર્યો છે. જ્યારે સૌરાષ્ટ્રે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત હૈદરાબાદ વચ્ચેની મેચમાં ગુજરાતે હૈદરાબાદને 126 રને પરાજ્ય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 343 અને હૈદરાબાદે 248 રન કર્યા હતા. બીજી ઇનિંગમાં ગુજરાત 201 રને ઓલઆઉટ થતાં હૈદરાબાદને જીત માટે 297 રનનો પડકાર મળ્યો હતો પરંતુ હૈદરાબાદ ચોથા દિવસની રમતમાં 170 રને ઓલઆઉટ થતાં તેની 126 રન હાર થઈ હતી. બરોડા મુંબઈ વચ્ચેની મેચમાં બરોડાએ મુંબઈને 84 રને હરાવ્યું છે. આ મેચમાં બરોડાએ પ્રથમ ઇનિંગ...

ઓક્ટોબર 12, 2024 8:35 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:35 એ એમ (AM)

views 5

તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં ગઈકાલે રાત્રે એક પેસેન્જર ટ્રેન માલવાહક ટ્રેન સાથે અથડાતાં 16 લોકો ઘાયલ – કોઈ જાનહાનિ નહીં.

તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં ગઈકાલે રાત્રે એક પેસેન્જર ટ્રેન માલ-વાહક ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 16 લોકો ઘાયલ થયા હતા. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. અથડામણ બાદ ઓછામાં ઓછા 12થી 13 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનમાં ગુમ્મીડીપૂંડી નજીક કાવરપેટ્ટાઈ ખાતે બની હતી, જ્યારે મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ પોનેરીમાંથી પસાર થઈ રહી હતી, ટ્રેન લૂપ લાઈનમાં ઘૂસી ગઈ હતી, જેના કારણે તે ત્યાં ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. 3...

ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 2:18 પી એમ(PM)

views 4

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા

તમિલનાડુના સત્તુર-કોવિલપટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આજે સવારે એક અકસ્માતમાં ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા. અંદાજે પચાસ શ્રદ્ધાળુઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇરુક્કનકુડી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે તિરુનેલવેલીથી મદુરાઈ જતી એક ટ્રકે નિયંત્રણ ગુમાવતાં ત્રણ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ મામલે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.